પોસ્ટ્સ

તમારી “ કિંમત” શું?

  હજારેક રુપિયા ?  તમારી “ કિંમત ” શું ?  શનિવારની સાંજ હતી . રસ્તા પરથી અનેક યુગલો એમની મોજમાં પસાર થઈ રહયા હતા . રમેશ દલાલ પણ આમતેમ એકલો એકલો   આંટા મારી રહયો હતો . પહેલાં તો એ અને ગીતા શહેરથી દૂર સુધી ફરવા જતા અને પછી   ડીનર કોઈને કોઈ હોટેલમાં સાથે જ લેતા .  ગીતા શાહ એની જ બેન્કમાં હતી , અને ધીમે ધીમે બંને વચ્ચે સારી મૈત્રી જામી હતી . એમના ઘણાં વિચારો મળતા આવતા હતા . રમેશને તો એમ પણ લાગતું હતું કે એને ગીતાનો સાથ આખી જિંદગી મળશે પણ જયારથી સમીર દેસાઈની બદલી   એમની બેન્કની આ બ્રાન્ચમાં થઈ ત્યારથી ગીતા બદલાઈ ગઈ હતી .  રમેશે ઊંડો નિસાસો નાખ્યો અને ધૂનમાં ચાલતો ચાલતો શહેરથી ખૂબ દૂર આવી ગયો .  ગીતાનો ય શું વાંક ? રમેશ દલાલ અને સમીર દેસાઈમાંથી પસંદગી કરવાની હોય તો કોઈ પણ વ્યકતિ ફૂટડા સમીરને જ પકડે . પાંચ ફીટ અગિયાર ઈંચની ઊંચાઈ , વાંકડીયા વાળ , હસમુખો સ્વભાવ , તેજસ્વી વ્યકતિત્વ .  અને કયાં રમેશ ? મધ્યમ કદનો , દૂબળો ...