પોસ્ટ્સ

ઑગસ્ટ, 2021 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

યાજ્ઞવલ્કય પ્રકરણ- ૨ તૈતરૈય ઉપનિષદ

છબી
 યાજ્ઞવલ્કય  પ્રકરણ- ૨  તૈતરૈય ઉપનિષદ ગયા સ્ટેટસમાં આપણે યાજ્ઞવલ્ક્યના ગુરુ વૈશમ્પાયન ગુસ્સે થયા અને શીખવેલા યજુર્વેદના મંત્રો ઓકાવી કઢાવ્યા એવી વાત કહી, મિત્રોએ સ્વીકારી લીધી ને આપણું ગાડું ગબડ્યું . પણ પછી તો ભાઈ યાજ્ઞવલ્ક્યે મને સપનામાં આવી ઠપકો આપ્યો,’ વાત કર તો પૂરી કર.’  મેં બચાવ કર્યો ,” પણ એ વાત ચમત્કારિક લાગે અને અત્યારે ભારતવર્ષમાં આ શોભે નહિ.”  તો યાજ્ઞવલ્ક્ય ઉવાચ,” તું પોએટિક લાયસન્સ વાપર, થોડી જુદી રીતે કહે, પણ એ વાત કહે.”  તો વાંચો આગળ.  વૈશમ્પાયન ક્રોધે ભરાયા અને યાજ્ઞવલ્કય પાસે યજુર્વેદ ના મંત્રો ઓકાવી કાઢ્યા.  હવે વાર્તા એવી છે કે યાજ્ઞવલ્ક્યે આ યજુર્વેદના જે મંત્રોની ઊલટી કરી, એમાં એટલું જ્ઞાન હતું કે વૈશમ્પાયનના બીજા શિષ્યો તેતર પક્ષી બનીને એ જ્ઞાન ચણી ગયા, અને એ શિષ્યોએ એમાંથી રચ્યું, “ તૈતરૈય ઉપનિષદ”. હવે આ ઊલટી ની કાવ્યમય ચમત્કારિક વાત કાઢીને સાદી ભાષામાં નીરસ પણે સમજાવવું હોય તો મારા જેવા આમ કહે:  એ જમાનો શૃતિ અને સ્મૃતિનો હતો. એટલે કે સાંભળીને મેળવાયેલું જ્ઞાન- શ્રુતિ -- પછી એકવાર સાંભળેલું યાદ રહી જાય અને ફરી જરુર પડે...