मा विद्विषावहै
દ્વિવચન અને मा विद्विषावहै ! એક વચન અને બહુ વચન - Singular and plural હું અને અમે -આપણે- તો વ્યવહારમાં પ્રચલિત છે પણ આ દ્વિવચન - એ સંસ્કૃતમાં શીખ્યા અને જ્યારે જ્યારે, જ્યાં જ્યાં , દ્વિવચન જોઉં ત્યાં ત્યાં ઉપનિષદ યાદ આવે. આવ, મારી પાસે આવી બેસ અને આપણે ભણીએ, શીખીએ, આત્મજ્ઞાન. Dialogue between the Two.. મોનોલોગ- ફકત ભાષણ નહિ પણ ડાયલોગ-બે વચ્ચેનો સંવાદ-અને સંવાદ ને સંવાદ જ માત્ર, વિતંડાવાદ નહિ. ચર્ચા ખરી પણ જેનું પરિણામ આવી શકે તેવી ચર્ચા. આ બધું શરું કરતા પહેલા એક "વીશ" કરવામાં આવે છે, મનમાં એક ભાવના પેદા થાય છે- એ શાંતિમંત્ર - ઉપનિષદ - શીખવાનું ચાલું કરતા પહેલા inaugural મંત્ર. આ મંત્ર કઠ, તૈતરિય અને શ્વેતશ્વેતર ઉપનિષદમાં આવે છે. અહીં બે જ જણની વાત છે એટલે સ્વભાવિક જ આખા મંત્રમાં દ્વિવચન નો ઉપયોગ છે. ॐ सह नाववतु । सह नौ भुनक्तु । सह वीर्यं करवावहै । तेजस्वि नावधीतमस्तु मा विद्विषावहै । ॐ शान्तिः शान्तिः शान्तिः ॥ - અહીં -"સહ નૌ" માટે આ શુભેચ્છા છે. નૌ એટલે અમે બે- સહ -...