પોસ્ટ્સ

સપ્ટેમ્બર, 2019 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

Poem-1

હું મને ખોઈ નાખું ને પાછી હું જ મને જડું સાંકડી શેરીમાં મૂઈ પાછી હું જ   મને નડું ચડું ચડું ને પડું પડું તો ય આભમાં જઈ અડું વરસતા વરસાદમાં જાણે વીજળી થઈ પડું કાળ મહાકાળ વીતે, પડી રહું થઈ મડું કો'એક નાદથી જાગી પાછી હું જ મને રડું સપનું છે કે સાચકલું આ જે સામે આવી ખડું અનહદ માં અણઘડ  એવી  હું જ  મને ઘડું બંધ પીપડા માં સલવાણી આમતેમ  દડું હું મને ખોઈ નાખું ને પાછી હું જ મને જડું તરલિકા ત્રિવેદી