પોસ્ટ્સ

સપ્ટેમ્બર, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

યાજ્ઞવલ્કય પ્રકરણ ૨

   યાજ્ઞવલ્કય પ્રકરણ ૨  Yagnavalkay_2 હવે સ્કૂલ/ કોલેજમાંથી કાઢી મૂકાયેલા છોકરાના માબાપની કેવી મનોદશા હોય, બસ, એમ જ બ્રહ્મરથ અને સુનંદા તો ચિંતામાં  પડયા. પહેલા તો ભાઈ વૈશમ્પાયન  ઋષિના આશ્રમમાં પરાક્રમ કરી આવ્યા હતા એટલે બીજા ગુરુકુલોમાં પ્રવેશ ન મળ્યો.   યાજ્ઞવલ્કય  પોતે તો ,  જે જ્ઞાન બાળપણથી માબાપની પાસેથી ભણ્યો હતો તે  વારંવાર પાકું કરતો રહ્યો.  પણ અંતે થોડા સમય પાછી એક પછી એક ઋષિઓના આશ્રમમાં એને પ્રવેશ મળ્યો.  બાશ્કલના આશ્રમમાં  એણે ઋગવેદનો અભ્યાસ કર્યો. હિરણ્યગર્ભની પાસે સામવેદ શીખ્યા.   અને અંતે આરુણિના આશ્રમમાં અથર્વવેદનું જ્ઞાન યાજ્ઞવલ્કયે પ્રાપ્ત કરી લીધું.  છેલ્લે ઉદ્દાલક ઋષિના આશ્રમમાં રહી યજ્ઞ, હોમ કરવા માટેના વિધિવિધાન શીખી લીધા. ઉદ્દાલક તો યાજ્ઞવલ્કય ની તેજસ્વીતા પારખી ગયા અને એને પોતાના ગુરુકુળ માં  અધ્યાપક તરીકે કાયમી સ્થાન આપવા માગતા હતા. પણ આગળ જોયું તે પ્રમાણે યાજ્ઞવલ્કય પાસેથી યજુર્વેદનું જ્ઞાન  છીનવાઇ ગયું હતું. વેદોનું સંપૂર્ણ જ્ઞાન તો યજુર્વેદ સિવાય કેમ આવે એ વિચારે એ ખૂબ દુઃખી હ...

યાજ્ઞવલ્કય -1

  યાજ્ઞવલ્કય પ્રકરણ ૧  Yagnavalkay_01 ઘણાં ઘણાં વર્ષો પહેલાંની આ વાત છે.  બ્રહમરથ નામે એક ઋષિ હતા.  સાચુકલા માણસ, જે બોલે એ જ કરે.  વેદોના મહાપંડિત, પણ એમને વેદોમાંના ક્રિયાકાંડ અને યજ્ઞમાં જ રુચિ. યજ્ઞ યાગ કરી જે સુખશાંતિ થી રહેવા ઈચ્છે તો એ કર્મ નો માર્ગ છે, જ્ઞાન નો નહિ. બ્રહમરથને વેદોની જ્ઞાન શાખામાં ન રસ હતો, ન કોઇ જાણકારી.  આ શરીર, આ વિશ્વ, આ જન્મ મરણના ચક્કર... આ બધું શું છે એનો ઉત્તર આપે છે, વેદોની જ્ઞાન વિદ્યા શાખા --- ઉપનિષદો--પણ આ સમય એવો  હતો જયારે આ પ્રશ્નો માં કોઈને રસ નહોતો, કોઈ " બ્રહમર્ષિ " નહોતા, બધાં કર્મકાંડી હતા. હવે આ બ્રહમરથને કોઈ સંતાન નહોતું.  એટલે એ અને એમના પત્ની સુનંદાએ તો તપ કરવા માંડ્યું, યોગાનુયોગ એમને ત્યાં પુત્ર જન્મ્યો. એમણે અગ્નિ, યજ્ઞેશ્વરની કૃપા સમજી પુત્ર નું નામ રાખ્યું, યાજ્ઞવલ્કય. હવે આ ભાઈ નામે યાજ્ઞવલ્કય, અગ્નિ ની કૃપા હશે એટલે જન્મથી જ હતાં " ફાયરબ્રાન્ડ'!  માતાપિતાના કર્મકાંડ જોયા કરે અને એમાં એ બાળકને અનેક પ્રશ્નો થયાં કરે. માબાપે વિચાર્યું,  આ પ્રશ્નો ના જવાબ તો કોઈ ગુરુ જ આપી શકે, અને બાલ ...