Poem-1
હું મને ખોઈ નાખું ને પાછી હું જ મને જડું
સાંકડી શેરીમાં મૂઈ પાછી હું જ મને નડું
ચડું ચડું ને પડું પડું તો ય આભમાં જઈ અડું
વરસતા વરસાદમાં જાણે વીજળી થઈ પડું
કાળ મહાકાળ વીતે, પડી રહું થઈ મડું
કો'એક નાદથી જાગી પાછી હું જ મને રડું
સપનું છે કે સાચકલું આ જે સામે આવી ખડું
અનહદ માં અણઘડ એવી હું જ મને ઘડું
બંધ પીપડા માં સલવાણી આમતેમ દડું
હું મને ખોઈ નાખું ને પાછી હું જ મને જડું
તરલિકા ત્રિવેદી

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો