યાજ્ઞવલ્કય -1

 યાજ્ઞવલ્કય પ્રકરણ ૧ 

Yagnavalkay_01

ઘણાં ઘણાં વર્ષો પહેલાંની આ વાત છે. 
બ્રહમરથ નામે એક ઋષિ હતા. 
સાચુકલા માણસ, જે બોલે એ જ કરે. 
વેદોના મહાપંડિત, પણ એમને વેદોમાંના ક્રિયાકાંડ અને યજ્ઞમાં જ રુચિ. યજ્ઞ યાગ કરી જે સુખશાંતિ થી રહેવા ઈચ્છે તો એ કર્મ નો માર્ગ છે, જ્ઞાન નો નહિ.
બ્રહમરથને વેદોની જ્ઞાન શાખામાં ન રસ હતો, ન કોઇ જાણકારી.  આ શરીર, આ વિશ્વ, આ જન્મ મરણના ચક્કર... આ બધું શું છે એનો ઉત્તર આપે છે, વેદોની જ્ઞાન વિદ્યા શાખા --- ઉપનિષદો--પણ આ સમય એવો  હતો જયારે આ પ્રશ્નો માં કોઈને રસ નહોતો, કોઈ " બ્રહમર્ષિ " નહોતા, બધાં કર્મકાંડી હતા.
હવે આ બ્રહમરથને કોઈ સંતાન નહોતું.  એટલે એ અને એમના પત્ની સુનંદાએ તો તપ કરવા માંડ્યું, યોગાનુયોગ એમને ત્યાં પુત્ર જન્મ્યો. એમણે અગ્નિ, યજ્ઞેશ્વરની કૃપા સમજી પુત્ર નું નામ રાખ્યું, યાજ્ઞવલ્કય.
હવે આ ભાઈ નામે યાજ્ઞવલ્કય, અગ્નિ ની કૃપા હશે એટલે જન્મથી જ હતાં " ફાયરબ્રાન્ડ'! 
માતાપિતાના કર્મકાંડ જોયા કરે અને એમાં એ બાળકને અનેક પ્રશ્નો થયાં કરે. માબાપે વિચાર્યું,  આ પ્રશ્નો ના જવાબ તો કોઈ ગુરુ જ આપી શકે, અને બાલ યાજ્ઞવલ્કય ને વૈશમ્પાયન ઋષિના ગુરુકુળ માં મૂકયો. વૈશમ્પાયન યજુર્વેદના મહાપંડિત હતા.
યાજ્ઞવલ્કય તો ઝડપથી શીખવા માંડયા ને જોતજોતામાં યજુર્વેદ શીખી લીધો.  એવામાં વૈશમ્પાયન જે રાજાના ગુરુ હતાં તે રાજા બિમાર પડયા.વૈશમ્પાયન રોજ ઑસડિયા ઘૂંટી, મંત્રોચ્ચાર કરી શિષ્યો સાથે રાજાને ઔષધ મોકલાવે.એક દિવસ યાજ્ઞવલ્કય નો વારો આવ્યો.એણે રાજા પાસે જઈ ઔષધ આપ્યા, રાજાને આ ઔષધોમાં શ્રદધા ન હોવાથી બેદરકારીથી કહયું, 
"મૂક ત્યાં પત્થર પર તારા ઔષધો." 
યાજ્ઞવલ્કય ને ગુસ્સો આવ્યો, એણે તો ય નમ્રતાથી કહયું, " હે રાજન, આ ઔષધો આપ હમણાં જ ગ્રહણ કરો તો જ અસર થશે."
રાજાએ તો અટ્ટહાસ્ય કરી ઔષધમાં કશું સત્વ નથી, એનાથી કાંઈ ફરક ન પડે એમ કહયું. હવે આપણાં ફાયરબ્રાન્ડ થી ઝાલ્યું રહેવાય? પત્થર પાસે એક સૂકાયેલું ઝાડનું ઠૂંઠૂ હતું, એના પર ઔષધો રેડી ભાઈ તો થયા ચાલતા!  જો કે, એ ઠૂંઠામાં સાંજ પડે નવી કૂંપળ ફૂટી! 
હવે આશ્રમમાં યાજ્ઞવલ્કય ના પરાક્રમ ની જાણ થતાં, ગુરુ ગુસ્સે થયા અને યાજ્ઞવલ્કય ને રાજાને ફરી ઔષધ  આપવા મોકલ્યો પણ યાજ્ઞવલ્કયે એવું કરવાની સાફ ના પાડી અને કહયું, "જેને તમારા ઔષધની કિંમત નથી એને શા માટે ઔષધ આપવા? વળી આ રાજા તો દુષ્ટ અને વ્યભિચારી છે, એવાને શું સાજો કરવો?" 
ગુરુ તો સ્તબ્ધ થઈ ગયા, જે રાજ્યાશ્રયમાં હોઈએ એ રાજા માટે આ વચનો?  યાજ્ઞવલ્કયને તરત જ આશ્રમમાંથી કાઢી  તો મૂકયો, એની ડીગ્રી ય પાછી લઈ લીધી, એટલે કે આખું શીખેલું યજુર્વેદના મંત્રો ઑકાવી કાઢયા! ભાઈ વિદ્યા વિહીન, તેજોહીન થઈ પાછા થયાં ઘરભેગા! 
આગળ શું...જોતા રહો આ બ્લોગ 😊
-
DrTaralika Trivedi 




આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

તમારી “ કિંમત” શું?

मा विद्विषावहै