યાજ્ઞવલ્કય પ્રકરણ- ૨ તૈતરૈય ઉપનિષદ
યાજ્ઞવલ્કય
પ્રકરણ- ૨
તૈતરૈય ઉપનિષદ
ગયા સ્ટેટસમાં આપણે યાજ્ઞવલ્ક્યના ગુરુ વૈશમ્પાયન ગુસ્સે થયા અને શીખવેલા યજુર્વેદના મંત્રો ઓકાવી કઢાવ્યા એવી વાત કહી, મિત્રોએ સ્વીકારી લીધી ને આપણું ગાડું ગબડ્યું .
પણ પછી તો ભાઈ યાજ્ઞવલ્ક્યે મને સપનામાં આવી ઠપકો આપ્યો,’ વાત કર તો પૂરી કર.’
મેં બચાવ કર્યો ,” પણ એ વાત ચમત્કારિક લાગે અને અત્યારે ભારતવર્ષમાં આ શોભે નહિ.”
તો યાજ્ઞવલ્ક્ય ઉવાચ,” તું પોએટિક લાયસન્સ વાપર, થોડી જુદી રીતે કહે, પણ એ વાત કહે.”
તો વાંચો આગળ.
વૈશમ્પાયન ક્રોધે ભરાયા અને યાજ્ઞવલ્કય પાસે યજુર્વેદ ના મંત્રો ઓકાવી કાઢ્યા.
હવે વાર્તા એવી છે કે યાજ્ઞવલ્ક્યે આ યજુર્વેદના જે મંત્રોની ઊલટી કરી, એમાં એટલું જ્ઞાન હતું કે વૈશમ્પાયનના બીજા શિષ્યો તેતર પક્ષી બનીને એ જ્ઞાન ચણી ગયા, અને એ શિષ્યોએ એમાંથી રચ્યું, “ તૈતરૈય ઉપનિષદ”.
હવે આ ઊલટી ની કાવ્યમય ચમત્કારિક વાત કાઢીને સાદી ભાષામાં નીરસ પણે સમજાવવું હોય તો મારા જેવા આમ કહે:
એ જમાનો શૃતિ અને સ્મૃતિનો હતો. એટલે કે સાંભળીને મેળવાયેલું જ્ઞાન- શ્રુતિ -- પછી એકવાર સાંભળેલું યાદ રહી જાય અને ફરી જરુર પડે કામ આવે તે જ્ઞાન -સ્મૃતિ.
એટલે ગુરુએ યાજ્ઞવલ્ક્યને એમ કહ્યું હશે, ‘ તું મારું શીખવેલું બધું ભૂલી જા.”
યાજ્ઞવલ્ક્યે એકવાર, છેલ્લીવાર યજુર્વેદનો પાઠ કરવાની આજ્ઞા માંગી હશે, અને યાજ્ઞવલ્ક્ય એટલા તેજસ્વી વિદ્યાર્થી હતા કે ગુરુ એ જે યજુર્વેદ ભણાવ્યો એમાં કેટલું ય ઉમેરણ કર્યું હતું, એમણે જે મુખપાઠ કર્યો એ અત્યંત વિસ્તૃત અને તલસ્પર્શી હશે, બીજા શિષ્યો પણ સાંભળે તો એમને તરત જ યાદ રહી જાય એટલું સરસ એ ગાન હશે.
અને તેથી જ ગુરુ વૈશમ્પાયને પોતે જ પોતાના બીજા શિષ્યોને મંજૂરી આપી હશે કે યાજ્ઞવલ્ક્ય આશ્રમ છોડે એ પહેલાં એની પાસેથી આ યજુર્વેદ શીખી લો.
પણ એ જે છેલ્લો મુખપાઠ થયો તે થયો, પછી ગુરુના શ્રાપને ન માનીએ તો યાજ્ઞવલ્કયે જ ગુરુને વચન આપ્યું હશે કે હવે હું યજુર્વેદ ગાન નહિ કરું, અને ગુરુને આપેલા એ વચન પ્રમાણે યાજ્ઞવલ્ક્ય આશ્રમ છોડ્યા પછી યાજ્ઞવલ્કય યજુર્વેદની ‘પ્રેકટિસ’ કરી ન શક્યા. વિદ્યાહીન થઈગયા.
પણ આવો તેજસ્વી માણસ કાંઈ લાંબો સમય અંધકારમાં રહી શકે? આગળ જોઈશું.
#Yagnavalkay_2
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો